wel come jayeshpala
  Jamnagar
 
BalaHanuman Temple-Jamnagar The Bala Hanuman Temple is at the southeastern side of Ranmal Lake (also known as Lakhota Lake), and here since 1st August 1964 and 24 hours a day, there's been continuous "Ram Dhun" of the invocation 'Shri Ram, Jai Ram, Jai Jai Ram'. This devotion has earned the temple a place in the Guinness Book of Records. Early evening is a good time to visit. Jamnagar Tourist Attractions Jamnagar was once a fortified town enclosed within walls and the rulers contributed significantly to the heritage of the place. Today, the city stands dotted by a number of monuments built during the ancient era. The architecture of Jamnagar, being a blend of Rajput and European styles, is awe inspiring. There are also a number of temples in Jamnagar, which are the main attraction for the people coming on sightseeing tours. The royal buildings in the city are eye catchy and are liked by one and all. A tour of the Jamnagar city is definitely a splendid experience. DwarkadhishTemple Dwarka city is located in the Jamnagar district of Gujarat. It is one of the most ancient cities in India and houses the famous Dwarkadhish temple, which is one of the biggest Hindu pilgrimage places in India. The city was also called Swarna Dwarka (golden Dwarka) because of its prosperity. BalaHanumanTemple Bala Hanuman Temple is a pilgrim place venerated by the devotees of Lord Ram. It is a world famous temple, known for the continuous chanting of Jai Ram, Shri Ram. The chanting is going on since 1964 and has found a place for it in the Guinness Book of World Records. People chant the name of the Lord in shifts, 24hoursaday. ShivaTemples There are a number of Shiv Temples in Jamnagar. The ones worth watching are Badri Kedarnath and Nilkanth Mahadev Temple, situated near the Town Hal,l and the Kashi Vishwanath Temple, situated on the K.V. Road. The Siddhnath Mahadev Temple on the outskirts of the city also holds great prestige amongst devotees. JainTemples Jain temples are the joy of the old city of Jamnagar. These wood and stone magnificent buildings are adorned with pastel colored shutters and wooden balconies. The main Jain temples of the city have been mentioned below. * Vardhman Shah's Temple The construction of the temple was started in 1612, during the rule of His Highness Jam Jasaji I, and completed in the year 1620. * Raisi Shah's Temple Tejsi Shah built this Jain temple in 1564. It was ruined by Mughal army in 1590 and inn 1592, Tejsi Shah got these temples renovated. * Sheth's Temple Sheth's Temple was built in the year 1594 by Bhansali Abji. * Vasupujya Swami's Temple Vasupujya Swami's Temple is said to be built by Aaskaran Shah in the 17th century. ઈતિહાસ જામનગરના તોરણો જામ રાવલજીએ આજથી લગભગ ઇ.સ. ૧પ૧૯માં બાંઘ્‍યા હોવાનું ઇતિહાસકારો કહે છે. કચ્છમાંથી આવેલા જાડેજા કુળના ક્ષત્રિયોએ કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપૂતોને હરાવીને નવાનગર રાજની સ્થાપના કરી હતી. આ પ્રદેશનું નામ જાડેજા શાખાના મુળ પુરૂષ ગાજનના પુત્ર હાલાજીના નામ ઉપરથી હાલાર પડાયું હતું અને તારથી આ પંથક હાલાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન હાલાર રાજની હદ બાંધીએ તો કાંઇક આવી રીતે બંધાય, ઉત્તરે કચ્છનો અખાત અને કચ્છનું રણ, પશ્ચિમે ઓખા મઢીનું રણ અને અરબી સમુદ્ગ પૂર્વે મોરબી, રાજકોટ, ધ્રોળ તથા ગોંડલના દેશી રજવાડાઓ અને સોરઠ પ્રદેશ, હાલારની આબોહવા સમશીતોષ્ણ છે. અરબી સમુદ્ગ અને કચ્છના અખાતના પવનોની અસર હેઠળ આ પ્રદેશ આવેલ હોવાથી અહીં ગરમીનું પ્રમાણ ઓછું રહે છે. પરિણામે ભર ઉનાળામાં પણ વાતાવરણ ખુશનુમા રહે છે. અહીં પવનની ગતિ સામાન રીતે પ૦ થી પપ કી.મી. પ્રતિ કલાકની રહે છે. કાઠિયાવાડમાં હાલાર પ્રાંતનું મોટું રાજ એટલે નવાનગર અને નવાનગર એટલે આજનું જામનગર. પ્રાચીન નવાનગરની રચના અંગેનો ઇતિહાસ તપાસતાં આ નગર નાગમતી અને રંગમતી નદીઓના સંગમ ઉપર સ્થપાયું હોવાનું જણાય છે. નાગમતી અને રંગમતીના સંગમ સ્થાનો બદલતાં રહ્યા છે. નવાનગરની સ્થાપના પહેલાં જયાં આ બે નદીઓનું સંગમ સ્થાન છે ત્‍યાં સમુદ્ગ હતો અને નાગના અથવા નાગનેસ બંદર નામનું ધીકતું બંદર હતું. બંદર પાસેના ગામમાં મુખત્વે ભોઇ, ખારવા, કોળી, વાધેર જેવી દરિયા ખેડું કોમો વસતી હતી. જેઠવા વંશના રાજા નાગ જેઠવાનો વધ કરી જામ રાવળે આ બંદર જીતી લીધું. જામ રાવળે બંદર જીતા પછી પણ લાંબા સમા સુધી આ બંદર ટકી રહ્યું હશે અને તેનો વેપાર પણ ચાલુ રહ્યો હશે તેવું જણાય છે. બંદરનું નામ નાગના કે નાગનેસ નાગમતી નદીને કારણે પડાયું હશે, તેવું ઇતિહાસકારો માને છે. કારણ કે., જેઠવા રાજા નાગ જેઠવા એવો કોઇ પ્રસિદ્ધ વીર પુરૂષ ન હતો કે જેથી તેના નામ ઉપરથી બંદરનું નામ પડે. નાગનેસ બંદર નાગેશ્વરનું મંદિર અને નાગમતી નદીને પરસ્પર સંબંધ જણાય છે. ભૂજંગ નાગ અને ભોરીયોજીની સુપ્રસિદ્ધ પ્રેમ કથા સાથે પણ સુસંગત બેસે છે. નાગેશ્વરમાં આજે પણ નાગ દેવાતાનો કલાત્‍મક પાળીયો મણી નાગનાથના ડેરા પાસે આ હકિકતને સમર્થન આપતો ઉભો છે. નવાનગરની સ્થાપના જામરાવળ જેમ-જેમ પ્રદેશો જીતતા ગયા, તેમ તેમ તેમનું રાજ વિસ્તરતું થયું. જામ રાવળે પહેલા બેડ અને પછી ખંભાળીયામાં રાજધાની બદલી હતી. રાજધાની નવા સ્થળની જોડીયા, આમરણ અને કાલાવડ જેવા પરગણાઓ દુર પડતા હતા અને વહીવટ ચલાવવો મુશ્‍કેલ જણાતાં જામ રાવળને નવી રાજધાનીની જરૂરત ઉભી થઇ જે પ્રદેશની બરાબર મઘ્‍યમાં હોય તેથી નાગમતી અને રંગમતી નદીના કાંઠે વિક્રમ સંવત ૧પ૯૬માં શ્રાવણ સુદ આઠમને બુધવારે નવાનગરની રાજધાની જામનગરની સ્થાપના કરવામાં આવી હતી. નવાનગરની સ્થાપના જામરાવળે સંવત ૧પ૯૬માં શ્રાવણ સુદ સાતમને બુધવારના દિવસે કરી હોવાની નોંધ યદુવંશ પ્રકાશ નામના ગ્રંથમાં કરવામાં આવી છે. નગરની સ્થાપના વખતે બે કે ત્રણ થાંભલીઓ રોપવામાં આવી હતી. આમાની બે થાંભલીઓ દરબારગઢ પાસે અને ત્રીજી માંડવી ટાવર પાસે રોપવામાં આવી હોવાનું મનાય છે. હાલ તેમાંની એક થાંભલી રાજેન્દ્ગ રોડ ઉપર આવેલી દિલાવર સાયકલ સ્ટોરમાં હયાત છે અને બીજી દરબાર ગઢના પ્રવેશ પાસે રામ હોટલ નજીક શ્રી પી. એચ. શેઠના મકાનમાં હોવાનું કહેવામાં આવે છે. ત્રીજી થાંભલી હાલ કયાંય જોવા મળતી નથી. શકય છે કે, શહેરનો આરંભ દરબાગઢના બાંધકામનો પાયો જ આ થાંભલી ઉપર નંખાયો હાય અને તારબાદ ધીરે ધીરે આજુબાજુના મકાનો બંધાવ્‍યા હોય તે મકાનોનો આરંભનો વિસ્તાર દરબારગઢથી માંડવી ટાવર સુધીનો રહ્યો હોય, પાયો નાખતી વેળાએ માણેક સ્થંભર પ્રકારની થાંભલી રોપવામાં આવી હશે. સૌરાષ્ટ્રના ઇતિહાસના લેખક શ્રી ભગવાનલાલ સંપતલાલ પોતે ઇ.સ. ૧૮૬૧માં લખેલું છે કે, શ્રાવણ મહિનામાં જામે નાગણીની જગે નવાનગર ગામ બાંઘું. જામે પોતાની નવી રાજધાનીનું નામ નવાનગર તો પાડયું પણ ઘણા લાંબા સમા સુધી લોકો તેને નાગણી તરીકે જ ઓળખતા હતા. આજે પણ શરાફ અને વેપારીઓ નગરને નાગણી તરીકે જ ઓળખે છે. આમ, જામનગર એ ચારસો-સાડા ચારસો વર્ષ ઉપરાંતનું જૂનું શહેર છે. તેથી તે અતંત પ્રાચીન નથી. તેમ સાવ આધુનિક પણ નથી. મુગલ સલ્તનતના આરંભ કાળમાં હુમાયુના રાજ અમલ દરમાન ગુજરાતમાં પ્રવર્તતી અરાજક સ્થિતિના કાળમાં સોળમી સદીના અધવચ્ચે આ શહેરનો જન્મ થયો છે. જામનગરની સરખામણીમાં દ્વારકા, ગીરીનગર, જૂનાગઢ, વજસ્થળી એ ઘણા પ્રાચીન નગરો છે. વિ.સંવત ૧૦૦૩ કે ૧૦૭૦માં વસેલું સમૃદ્ધ શહેર ધુમલી ઇસ્વીસનના ચૌદમાં સૈકામાં નાશ પામું છે. નગરો વસે છે અને નાશ પામે છે. વલ્લભી સામ્રાજા સાથે વિદ્યાના મહાન ધામ સમી અને એની સમૃદ્ધ રાજધાની પણ નાશ પામી છે, નષ્ટ થોલું ગિરિનગર-જૂનાગઢ રૂપે ફરી વસ્‍યું છે. દ્વારકા સાતમી વાર વસ્‍યાનું કહેવામાં આવે છે. જોવાલાયક સ્‍થળો નંબર ધાર્મિક, ઐતિહાસીક અથવા પુરાતત્વની દૃષ્યિએ મહત્વ ધરાવતા અને પ્રવાસીઓ માટે જોવાલાયક સ્થળોની વિગત ૧ જામનગર ૨ શંકરાચાર્યજી શારદાપીઠ-દ્વારકા ૩ સિક્કા બંદર-જામનગર ૪ રોઝીબેટ-જામનગર ૫ ગંગાજળા વિદ્યાપીઠ-અલીઆ બાડા ૬ મીઠાપુર-ઓખા ૭ ઓખાબંદર ૮ કિલેશ્વર મહાદેવ મંદિર-ભાણવડ ૯ બેટ-ઓખા ૧૦ નાગેશ્વર-ઓખા ૧૧ વસઇ-ઓખા ૧૨ ધુમલી-ભાણવડ ૧૩ કંસાળિયો નેસ-ભાણવડ ૧૪ પાછતર-ભાણવડ ૧૬ હાથલા-ભાણવડ ૧૭ ધ્રામણી નેસ-ભાણવડ ૧૮ પીરોટન ટાપુ-જામનગર ૧૯ પીંડારા-કલ્‍યાણપુર ૨૦ ગાંધવી-કલ્‍યાણપુર ૨૧ ઝીણાવારી-જામ જોધપુર ૨૨ મોટી ગોપ-જામ જોધપુર ૨૩ સિદસર-જામ જોધપુર ૨૪ ચુર-જામ જોધપુર ૨૫ વોડીસાંગ-કાલાવડ ૨૬ મોટા વડાલા-કાલાવડ ૨૭ હરિયર-ખંભાળીયા ૨૮ ડાંગરા-ધ્રોલ ૨૯ પીઠડ-જોડીયા ૩૦ બાદનપર-જોડીયા ૩૧ બાલાચડી-જોડીયા જામનગર સૌરાષ્ટ્રના મુસ્લિમ કાળમાં અને તે પછી વસેલા નગરોમાં સૌથી જુનું છે. ભૂજ, ભાવનગર, ગોંડલ, સુરેન્દ્ગનગર વગેરે શહેરો જામનગરની સ્થાપના પછી વસેલાં છે. નગર જયારે વસું તારે નવીનનગર અથવા નવાનગર કહેવાયું અને એ જ નામે પ્રચલિત થયું છે. પરંતુ લોકો વહેવારમાં નગરને કેવળ નગરથી જ ઓળખતા હોય છે. વાતચીત અને બોલચાલમાં અહીના લોકો આ શહેરને કેવળ નગર કહીને ઓળખાવે છે.
 
  Today, there have been 5 visitors (6 hits) on this page!  
 
This website was created for free with Own-Free-Website.com. Would you also like to have your own website?
Sign up for free